100 ઇંચથી વધુ વરસાદ હોવા છતાં ડાંગમાં પાણીની સમસ્યા
શેખર ખેરનાર, ડાંગઃ ચોમાસાની ઋતુમાં 100 ઇંચથી વધુ વરસાદ નોંધાતો હોવા છતાં ડાંગ એવો જિલ્લો છે, જ્યાં પાણીની સમસ્યા યથાવત્ રહેતી હોય છે. જિલ્લાના મુખ્યમથક આહવામાં પણ પાણીની તંગી મહિલાઓને જંગલમાં ભટકવા મજબૂર કરી દે છે. ન માત્ર મહિલા પરંતુ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોએ પણ પાણી માટે ભટકવું પડે છે.
ડાંગ જિલ્લામાં રહેતા લોકોની જરૂરિયાત અને સિંચાઈ માટે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરકાર કરોડો રૂપિયાની વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે. પરંતુ આ કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ દરવર્ષે લોકોએ પાણી માટે વલખાં મારવા પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય છે. ડાંગ જિલ્લામાં ઉનાળો શરુ થતાં જ ગામેગામ પાણીની રમખાણ ઉભી થાય છે. જેમાં જિલ્લાના મુખ્યમથક આહવામાં સરકારી કચેરીઓ આવેલી છે, ત્યાં પણ પાણીની સમસ્યા સામાન્ય બની જાય છે.
આ પણ વાંચોઃ પાટણની લોકસભા બેઠકનું A to Z, જાણો કેટલો વિકાસ થયો
પાણી પુરવઠા વિભાગ દ્વારા હાલ આહવામાં પાણી મર્યાદિત માત્રામાં આપવામાં આવતું હોય છે. તે પાણી ઘર વપરાશ માટે પૂરું ન પડતા ગૃહિણીઓએ પાણી મેળવવા માટે જંગલમાં કે નજીકના નદીનાળામાં કોતર બનાવીને પાણી લેવા જતી હોય છે. માત્ર આહવા જ નહીં, પરંતુ અંતરિયાળ વિસ્તારમાં આવેલી શાળાઓમાં પણ પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે માસૂમ બાળકો અભ્યાસ બગાડીને પણ દૂર દૂર સુધી પાણી લેવા જવા મજબૂર બન્યા છે.
આ પણ વાંચોઃ જયશંકરનો જડબાતોડ જવાબ – UNએ ભારતની ચૂંટણીની ચિંતા કરવાની જરૂર નથી
પાણી પુરવઠા વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, આહવા નગર નજીકના જે બે ડેમો ઉપર આધારિત છે તે બંને ડેમોમાં પાણીના સ્તર ઘટી જતા આ સમસ્યા ઉભી થાય છે. જો કે, તાપી જિલ્લામાંથી પાણી લાવવાની એક યોજના સાકાર થવા જઈ રહી છે, જે અમલમાં આવતાં જ પાણીની સમસ્યા હવે આવનારા સમયમાં ભૂતકાળ બની રહેશે.