January 18, 2025

ખેડૂતો માટે માઠા સમાચાર, ઇફ્કોએ ખાતરના ભાવમાં 250 રૂપિયા વધાર્યા

સુરતઃ ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ઇફ્કોએ ખાતરના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. જેમાં NPK 10-26-26 અને 12-32-16ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છએ. 1470 રૂપિયા હતા તે વધીને 1720 રૂપિયા કર્યા છે. આમ, 250 રૂપિયાનો વધારો કર્યો છે.

આ મામલે કોંગ્રેસ નેતા અમિત શાહે પ્રહાર કરતા કહ્યુ છે કે, ‘ખેડૂતોને વાયદા વચન આપવાની વાતો કરી ખાતર મોંઘું કર્યું છે. વર્ષ 2022 સુધીમાં આવક બમણી કરવાની વાત હતી પરંતુ સતત ખાતરમાં વધારો થઈ રહ્યો છે. Npkના ખાતરમાં 250 રૂપિયાનો વધારો કરીને 1700 રૂપિયા કર્યા છે. તેને કારણે ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટુ જેવી થઈ છે. ખેડૂતોને હવે ખેતી છોડવાનો વારો આવશે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘ખેડૂતોને સબસિડી આપવામાં સરકારને તકલીફ છે, પરંતુ ઉદ્યોગપતિને ટેક્સ માફી આપે છે. સરકાર સબસિડીમાં વધારો કરે તેવી કોંગ્રેસની માગ છે.’