February 5, 2025

ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર ખેલાડી બની ગુજરાત ટીમની કેપ્ટન

WPL 2025: ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનરને WPL 2025 માટે ગુજરાત જાયન્ટ્સની નવી કેપ્ટન નિયુક્ત કરવામાં આવી છે. ગુજરાતના કેપ્ટન તરીકે નિયુક્ત થવા પર ગાર્ડનરે કહ્યું, ‘ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન બનવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. આગામી સમયમાં હું આ ટીમનું નેતૃત્વ કરવા માટે ઉત્સાહિત છું.

આ પણ વાંચો: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો અમૃતસર પહોંચ્યા, 33 ગુજરાતીઓ પણ સામેલ

T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હતા
ગાર્ડનર T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હતા. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાના અગ્રણી ખેલાડીઓમાંના એક ગાર્ડનર બે વખત બેલિન્ડા ક્લાર્ક એવોર્ડ વિજેતા છે. વર્ષ 2023માં દક્ષિણ આફ્રિકામાં આયોજિત T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ રહી હતી.