April 8, 2025

ગુજરાત જાયન્ટ્સની કેપ્ટન એશ્લે ગાર્ડનરે લગ્ન કર્યા, ગર્લફ્રેન્ડ મોનિકા રાઈટને બનાવી જીવનસાથી

Ashleigh Gardner: ગુજરાત જાયન્ટ્સ માટે રમતી ઓસ્ટ્રેલિયન ખેલાડી એશ્લે ગાર્ડનરે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ મોનિકા રાઈટ સાથે લગ્ન કર્યા છે. બંનેના ફોટો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સમયે તેમના નજીકના લોકો અને મિત્રો હાજર રહ્યા હતા. એશ્લે ગાર્ડનરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી અને બંનેના મેરેજની માહિતી આપી હતી. સોશિયલ મીડિયા પોસ્ટના કેપ્શનમાં તેણીએ લખ્યું કે શ્રીમતી અને શ્રીમતી ગાર્ડનર. તમને જણાવી દઈએ કે આ બંનેના મેરેજમાં ઘણી ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ખેલાડીઓ પણ આવી હતી.

આ પણ વાંચો: રોહિત RCB સામે રમશે કે નહીં? મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચે કહી આ વાત

ગયા વર્ષે એપ્રિલમાં સગાઈ થઈ હતી
ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની આ પ્રખ્યાત ખેલાડીની ગયા વર્ષ એપ્રિલ 2024માં સગાઈ કરી હતી. ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એશ્લે ગાર્ડનર મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ લીગમાં ન્યૂ સાઉથ વેલ્સ, મહિલા બિગ બેશ લીગમાં સિડની સિક્સર્સ અને મહિલા પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સ તરફથી રમે છે. એશ્લે ગાર્ડનર અને મોનિકા રાઈટ 2021 થી રિલેશનશિપમાં હતા. વર્ષ 2023 માં મહિલા T20 વર્લ્ડ કપ જીત્યા પછી, એશ્લે ગાર્ડનરે મોનિકા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.