News 360
April 1, 2025
Breaking News

સતત 13મા દિવસે આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત્, સમસ્યાઓનું કોઈ નિવારણ નહીં

ગાંધીનગરઃ સતત 13મા દિવસે પણ આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત્ છે. હજુ સુધી કર્મચારીઓની સમસ્યાઓનું કોઈ નિવારણ આવ્યું નથી. સરકારી કર્મચારીઓ સરકાર સામે ઝૂકવા માટે તૈયાર નથી. કર્મચારીઓ કોઈપણ ભોગે હડતાલ સમેટવા માટે તૈયાર નથી.

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં આરોગ્ય કર્મચારીઓનું આંદોલન યથાવત્ છે. રાજ્યના વિવિધ જિલ્લામાંથી આરોગ્ય કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થઈ રહ્યા છે. કર્મચારીઓ પડતર માગણીઓને લઈને આંદોલન યથાવત્ છે. કર્મચારીનો આક્ષેપ છે કે, સરકાર આંદોલનમાં ભાગલા પડાવીને આંદોલન રોકવાનો પ્રયત્ન કરી રહી છે. કર્મચારીઓની મુખ્યત્વે બે માગણીઓ છે કે, ટેક્નિકલ કેડર સમાવેશ કરો, જેથી પે ગ્રેડમાં વધારો થાય અને ખાતાકીય પરીક્ષા રદ કરવી.