“ગુજરાત દેશનું સૌથી વિકસિત રાજ્ય”, ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમમાં બોલ્યા હર્ષ સંઘવી
અમદાવાદ: શહેરના YMCA ક્લબ ખાતે આજે વિકસિત ભારતના સંકલ્પ સાથે ગુજરાત ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમ યોજાઇ ગયો. ભારતીય ગુણવત્તા પરિષદ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ હાજરી હતી. ગુજરાત ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમ અંતર્ગત જુદા જુદા ક્ષેત્રો જેવા કે શિક્ષણ, ઉદ્યોગો, આરોગ્ય, પર્યટન, સામાજિક વિકાસ અને ઈ-કોમર્સ જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા હતા. કાર્યક્રમના આયોજન દ્વારા તમામ સંબંધિત હિતધારકોને એકસાથે લાવવાનો ભારતીય ગુણવતા પરિષદ (QCI) દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.
ગુજરાત ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાયો હતો. તો સાથે સાથે, સાંજના સત્રના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા 8 દિવસમાં POCSOના કેસમાં ચુકાદો આપવા ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું બન્યું છે. તો સાથે સાથે, ગૃહમંત્રીએ ડ્રગ્સના વેપલાને લઈને પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે ડ્રગ્સની ઇફેક્ટ ઘણી ઓછી છે. સૌથી વધુ ડ્રગ્સ ગુજરાતે પકડ્યું છે. ગુજરાત અને દેશના સુરક્ષામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.
વધુમાં રમતગમત ક્ષેત્રને લઈને પણ ગૃહ રાજ્યમંત્રીએ નિવેદન કરતાં કહ્યું હતું ઓલમ્પિકમાં પણ ગુજરાતના ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત આજે સમગ્ર દેશ માટે એક લીડરશિપ બન્યું છે. ગુજરાત આજે દેશમાં સૌથી વિકસીત રાજ્ય એટલે છે કે આપણે નવું શીખીએ છીએ અને કઇક નવુ કરીએ છીએ. ગુજરાત અન્ય રાજ્ય માટે રોડ મોડલ હોવાની વાતનો પણ હર્ષ સંઘવીએ પુનરાવર્તન કર્યું હતું.