November 23, 2024

લર્નિંગ લાયસન્સના પાસિંગ સ્ટાન્ડર્ડમાં ફેરફાર, હવે 9 સાચા જવાબ આપીને મેળવી શકશો

ગાંધીનગરઃ રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે લર્નિંગ લાયસન્સમાં મોટો ફેરફાર કર્યો હતો. તેનો હવે ગુજરાત સરકારે પણ અમલ કર્યો છે. લર્નિંગ લાયસન્સના પાસિંગ સ્ટાન્ડર્ડમાં કેન્દ્ર સરકારે ફેરફાર કર્યો હતો. હવે તેનો ગુજરાતમાં પણ અમલ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે વાહનના લર્નિંગ લાયસન્સના પાસિંગ સ્ટાન્ડર્ડમાં થોડો ફેરફાર કર્યો હતો. જેમાં પહેલા લર્નિંગ લાયસન્સ માટે 15માંથી 11 પ્રશ્નોનો સાચો જવાબ આપવો પડતો હતો. ત્યારે હવે નવા નિયમ પ્રમાણે, 15માંથી 9 પ્રશ્નોના સાચા જવાબ આપશે તો પણ લર્નિંગ લાયસન્સ મળી શકશે. પહેલાં 15માંથી 11 પ્રશ્નોના સાચા જવાબ આપવા માટેનો નિયમ હતો.