ગુજરાતની આ 10 લોકસભા બેઠક પર ભાજપને કોંગ્રેસ કરતાં ડબલ વોટ મળ્યાં
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામી ગયો છે. ત્યારે ભાજપમાં આ વખતની લોકસભા ચૂંટણીમાં ટિકિટ લેવા મામલે ઘણાં વિવાદો થયા અને આંતરિક જૂથવાદ સપાટી પર આવી ગયો છે. ત્યારે આ આર્ટિકલમાં વાત કરવી છે ગુજરાતની એવી લોકસભા બેઠકો વિશે કે જ્યાં ભાજપને કોંગ્રેસ કરતાં ડબલ અથવા તો ડબલ કરતાં પણ વધુ મત મળ્યાં છે. ગુજરાતમાં આવી 10 લોકસભા બેઠક છે. જ્યાં ભાજપે કોંગ્રેસને ડબલ કે તેના કરતાં વધુ વોટ મેળવીને પછાડી છે.
વર્ષ 2019ની ચૂંટણીનું રિઝલ્ટ
લોકસભા બેઠક | ભાજપના ઉમેદવાર | મળેલા મત | કોંગ્રેસના ઉમેદવાર | મળેલા મત | જીતનો માર્જિન |
બનાસકાંઠા | પરબતભાઈ પટેલ | 679108 | પાર્થી ભટોલ | 310812 | 368296 |
ગાંધીનગર | અમિત શાહ | 894624 | સીજે ચાવડા | 337610 | 557014 |
અમદાવાદ પૂર્વ | હસમુખ પટેલ | 749834 | ગીતા પટેલ | 315504 | 434330 |
અમદાવાદ પશ્ચિમ | કિરીટ સોલંકી | 641622 | રાજુ પરમાર | 320076 | 321546 |
ખેડા | દેવુસિંહ ચૌહાણ | 714572 | બિમલ શાહ | 347427 | 367145 |
પંચમહાલ | રતનસિંહ રાઠોડ | 732136 | વેચટ ખાંટ | 303595 | 428541 |
ભરૂચ | મનસુખ વસાવા | 637795 | શેરખાન પઠાણ | 303581 | 334214 |
સુરત | દર્શના જરદોશ | 795651 | અશોક પટેલ | 247421 | 548230 |
નવસારી | સીઆર પાટીલ | 972739 | ધર્મેશ પટેલ | 283071 | 689668 |
વડોદરા | રંજન ભટ્ટ | 883719 | પ્રશાંત પટેલ | 294542 | 589177 |
આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી
આ વર્ષે ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર
લોકસભા બેઠક | ભાજપના ઉમેદવાર | કોંગ્રેસના ઉમેદવાર |
બનાસકાંઠા | ડૉ. રેખા ચૌધરી | ગેનીબેન ઠાકોર |
ગાંધીનગર | અમિત શાહ | સોનલ પટેલ |
અમદાવાદ પૂર્વ | હસમુખ પટેલ | નામ જાહેર નથી કર્યું |
અમદાવાદ પશ્ચિમ | દિનેશ મકવાણા | ભરત મકવાણા |
ખેડા | દેવુસિંહ ચૌહાણ | કાળુસિંહ ડાભી |
પંચમહાલ | રાજપાલસિંહ જાદવ | ગુલાબસિંહ ચૌહાણ |
ભરૂચ | મનસુુખ વસાવા | ચૈતર વસાવા (આપ) |
સુરત | મુકેશ દલાલ | નિલેષ કુંભાણી |
નવસારી | સીઆર પાટીલ | નામ જાહેર નથી કર્યું |
વડોદરા | ડૉ. હેમાંગ જોશી | જશપાલસિંહ પઢિયાર |