ગુજરાતની બીજી લોકસભા ચૂંટણીમાં આ 22 સીટ પર ખેલાયો હતો સત્તાનો સંગ્રામ
અમદાવાદઃ 18મી લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આજે વાત કરવી છે બીજી લોકસભા ચૂંટણી વિશે. વર્ષ 1957માં સમગ્ર દેશમાં બીજી લોકસભા ચૂંટણી યોજવામાં આવી હતી.
ગુજરાતની વાત કરવામાં આવે તો, તે સમયે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં નહોતું. તે બોમ્બે સ્ટેટ તરીકે ઓળખવામાં આવતું હતું. જ્યારે પહેલી લોકસભા ચૂંટણી યોજાઈ હતી. તે સમયે હાલનું ગુજરાત રાજ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. કચ્છ, સૌરાષ્ટ્ર અને બોમ્બે સ્ટેટ. પરંતુ ત્યારબાદના પાંચ વર્ષમાં કચ્છ અને સૌરાષ્ટ્ર સ્ટેટનું બોમ્બે સ્ટેટમાં વિલિનીકરણ થઈ ગયું હતું.
આ પણ વાંચોઃ 1951 લોકસભા ચૂંટણીઃ કચ્છ-સૌરાષ્ટ્ર, બોમ્બે રાજ્યોમાં કઈ બેઠક પર કોણ જીત્યું?
માત્ર ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો, બીજી લોકસભા ચૂંટણીમાં કુલ 22 સીટ પર મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાંથી 20 સીટ કોંગ્રેસે જીતી હતી અને 2 સીટ પર અપક્ષ ઉમેદવારો બાજી મારી ગયા હતા. આવો જોઈએ સીટ પ્રમાણે કયા ઉમેદવારની જીત થઈ હતી.
કઈ બેઠક પર કયો ઉમેદવાર જીત્યો?
- કચ્છ – ભવાનજી ખીમજી (કોંગ્રેસ)
- ઝાલાવાડ – ઘનશ્યામલાલ છોટાલાલ (કોંગ્રેસ)
- મધ્ય સૌરાષ્ટ્ર – મનુભાઈ શાહ (કોંગ્રેસ)
- હાલાર – જયસુખલાલ હાથી (કોંગ્રેસ)
- સોરઠ – નરેન્દ્ર નથવાણી (કોંગ્રેસ)
- ગિરનાર – જયાબેન શાહ (કોંગ્રેસ)
- ગોહિલવાડ – બળવંતરાય મહેતા (કોંગ્રેસ)
- બનાસકાંઠા – અકબર દાલુમિયાં ચાવડા (કોંગ્રેસ)
- સાબરકાંઠા – ગુલઝારીલાલ નંદા (કોંગ્રેસ)
- મહેસાણા – પુરુષોત્તમદાસ પટેલ (અપક્ષ)
- પાટણ – મોતીસિંહ ઠાકોર (અપક્ષ)
- અમદાવાદ – ઇન્દુલાલ યાજ્ઞિક (કોંગ્રેસ)
- ખેડા – ઠાકોર ફતેસિંહ ડાભી (કોંગ્રેસ)
- આણંદ – મણિબેન પટેલ (કોંગ્રેસ)
- પંચમહાલ – માણેકલાલ ગાંધી (કોંગ્રેસ)
- દાહોદ – લાલજીભાઈ ડિંડોર (કોંગ્રેસ)
- બરોડા – ફતેસિંહરાવ ગાયકવાડ (કોંગ્રેસ)
- ભરૂચ – ચંદ્રશંકર ભટ્ટ (કોંગ્રેસ)
- માંડવી – છગનલાલ કેડરિયા (કોંગ્રેસ)
- સુરત – મોરારજી દેસાઈ (કોંગ્રેસ)
- વલસાડ (બુલસર) – નાનુભાઈ પટેલ (કોંગ્રેસ)