GPSC: આરોગ્ય સેવાની વિવિધ સંવર્ગની પરીક્ષા મોકૂફ; સંમતિ પત્રક ભરવાની મુદ્દતમાં વધારો કર્યો

ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગે વધુ એક પરીક્ષા મોકૂફ કરી છે. ગુજરાત આરોગ્ય સેવા વર્ગ 2, તબીબી અધિકારી વર્ગ 2, વીમા તબીબી અધિકારી એલોપેથી વર્ગ 2 અને વિવિધ ટ્યુટર વર્ગ 2ની પરીક્ષા મોકૂફ કરાઈ છે.
ગુજરાત આરોગ્ય સેવાની વિવિધ સંવર્ગની સંયુક્ત સ્પર્ધાત્મક પ્રાથમિક પરીક્ષા મોકૂફ કરાઈ છે. આરોગ્ય વિભાગની વિવિધ પોસ્ટની પરીક્ષા 2 માર્ચના રોજ યોજવનારી હતી. પરતું ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હાલ પરીક્ષા મોકૂફ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત જાહેર સેવા આયોગે વહીવટી કારણોસર આ પ્રાથમિક કસોટી મોકૂફ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે આ મોકૂફ કરાયેલ પરીક્ષા 23 માર્ચ, 30 માર્ચ અથવા 13 એપ્રિલના રોજ યોજાઈ શકે છે. પરતું આ ત્રણ તરીખોમાંથી એક તારીખે પરીક્ષા યોજાશે. જેની જાણ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઉમેદવારને કરવામાં આવશે.
ગુજરાત જાહેર સેવા આયોગે સંમતિ પત્રક ભરવાની મુદ્દતમાં વધારો કર્યો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ગ-2ની પ્રાથમિક કસોટી માટે હાજર રહેવા સંમતિ પત્રક ભરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત જાહેર આયોગે સંમતિ પત્રક ભરવા માટેની મુદ્દતમાં બે દિવસનો વધારો કર્યો છે. પરીક્ષા આપનાર ઉમેદવાર 24 ફેબ્રુઆરી સવારના 10 વાગ્યા સુધી સંમતિ પત્રક ભરી શકશે.