September 19, 2024

6 કલાકમાં ડિપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે, અરબસાગરમાં સક્રિય થયેલું ડિપ ડિપ્રેશન કચ્છમાં સક્રિય છે. હાલ પ્રતિ કલાક 5 કલાકની ઝડપે ચક્રવાત આગળ વધી રહ્યું છે. 6 કલાકમાં ડિપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાશે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ જણાવે છે કે, ‘હાલ ડિપ ડિપ્રેશન નલિયાથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.’

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ‘સ્ટ્રોંગ સરફર પવન ફંકાવાની શક્યતા છે. આજે મોન્સૂન ટ્રફ, ડિપ ડિપ્રેશન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદની શક્યતા છે. આ સાથે 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા પણ છે.’

વરસાદ અંગેની આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે, ‘1 સપ્ટેમ્બરથી ફરી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 1 સપ્ટેબરથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. સમુદ્રી બંદરગાહ ઉપર LC 3નું સિગ્નલ આપવામાં આવ્યું છે. સામાન્ય કરતાં અત્યાર સુધી સિઝનનો 50 ટકા વધુ વરસાદ નોંધાયો છે.’