November 24, 2024

ગુજરાતમાં 24 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ રહેશેઃ અંબાલાલ પટેલ

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. આ વખતે રાજ્યમાં ઠંડીનો અહેસાસ દિવાળીની સવારથી જોવા મળશે. દિવાળી પૂર્વે 19થી 24 ઓક્ટોબર સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી 19-20 ઓક્ટોબરમાં ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થશે. જેમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જામનગરના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થશે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ જોવા મળશે.

22 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં પશ્ચિમ આંદામાન નિકોબાર ટાપુ ખાતે દરિયામાં હલચલ જોવા મળશે. દરિયાઈ હલચલને કારણે 22થી 26 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું જોવા મળશે. વાવાઝોડું પ્રતિ 120 કિમોમીટર કે તેથી વધુ ઝડપે ફૂંકાશે. પ્રશાંત મહાસાગરમાંથી બનતી સિસ્ટમના કારણે તેમજ દક્ષિણ ચીન ખાતે બનતા વિવિધ વાવાઝોડાના અવશેષની અસર બંગાળના દરિયામાં જોવા મળશે. જેથી બંગાળ ઉપસાગરની અંદર સિસ્ટમ સક્રિય થશે.

આ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતમાં એક વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ આવશે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસર ગુજરાતના હવામાનમાં પલટો આવશે. ધનતેરસથી લાભ પાંચમ વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો રહેશે. દિવાળીના વાદળો થાય તો આગમી ચોમાસુ સારું આવે માનવામાં આવે છે. 7 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું બનશે. ઉતર ભારત તરફ આવતા વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અને વાવાઝોડાની અસર દેખાશે.

વાવાઝોડાની અસરના કારણે 7થી 10 નવેમ્બર વચ્ચે ગુજરાતના કોઈપણ ભાગમાં વાવાઝોડાની અસર દેખાશે. 17થી 24 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં પ્ંરચડ વાવઝોડું બનવાની શક્યતા રહેશે. રાજ્યમાં ચોમાસે વિદાય લીધી છે પરંતુ બંગાળ ઉપસાગર અને ઉત્તર ભારતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ જોવા મળશે.