જૂનાગઢમાં ભારે વરસાદના કારણે અનેક સ્થળો પર પ્રવેશબંધી
Gujarat Rain: જૂનાગઢમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વિલિંગ્ડન ડેમ, દામોદર કુંડ, જટાશંકર, નારાયણ ધરો વગેરે સ્થળોએ પ્રવાસીઓ માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. હાલ સાતમ આઠમના તહેવારમાં જૂનાગઢમાં પ્રવાસીઓની ભીડ ઉમટી હતી. ભારે વરસાદને કારણે જ્યાં લોકો એકત્રિત થયા હતા અને કોઈ દુર્ઘટના ન બને તે માટે અગમચેતીના ભાગરૂપે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.
આણંદમાં 5 ઈંચથી વધુ વરસાદ
આ સિવાય આણંદમાં વહેલી સવારથી 5 ઈંચથી વધું વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારો જળબંબાકાર છે. તો ભાલેજ ઓવરબ્રિજ સાઇડ રોડ પર જળંબાકાર નયા વતન સોસાયટી સહિત સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઘરોમાં પાણી કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. ઘરમાંથી પાણી બહાર કાઢવા ગૃહિણીઓ કામે લાગી છે. હજુ પણ પાણીનું સ્તર વધે તો મુશ્કેલી વધવાની સંભાવનાઓ છે.
આ પણ વાંચો: વરુણ દેવનું ગુજરાતમાં રૌદ્ર સ્વરૂપ, રાજ્યભરમાં ડેમ થયા ઓવરફ્લો
અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ
આ સિવાય બપોર બાદ અમદાવાદમાં પણ વરસાદે માજા મૂકી છે. ચાંદખેડા, નરોડા, નિકોલ, હાંસોલ, વિસ્તારમાં વરસાદ છે. ચાંદખેડા, નરોડા, નિકોલ, હાંસોલ વિસ્તારમાં વરસાદ છે. તો કઠવાડા, એરપોર્ટ, શાહીબાગ વિસ્તારમાં ભારે વરસાદ છે. આ સિવાય ભારે વરસાદને કારણે વિઝીબિલીટી ઘટી ગઈ છે. ભારે વરસાદને કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા આ બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રી સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા . વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને વિગતો મેળવી હતી