વરસાદે ઘમરોળ્યું ગુજરાત, જોઈ લો 10 તસવીર
Rain In gujarat: ગુજરાતના માથે બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા થઈ છે તો નદીઓ બે કાંઠે વહી રહી છે. જેના કારણે ઘણા ગામડાઓ પૂરની ઝપેટમાં આવ્યા છે. આવો જોઈએ ગુજરાતમાં મેઘરાજાની કેટલીક તસવીર.
છેલ્લા ઘણા સમયથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, આખરે વરસાદ આજના દિવસે જાણે ગુજરાતમાં તૂટી પડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.
વરસાદ આવવાના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, છેલ્લા ઘણા દિવસથી ખેડૂતોને પાણીની અછત હતી જે આજે વરસાદ પડ્તાની સાથે દૂર થઈ છે.
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિભારે વરસાદની આગાહી બાદ રાજ્યમાં મેઘો અવિરત વરસી રહ્યો છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ખેરગામમાં 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે અહીં જનજીવનને માઠી અસર પહોંચી છે. ત્યાં જ ડાંગ, આહવા, કપરાડા, વધઈમાં સવા 10 ઈંચ વરસાદ ખાબક્યો છે.
નડિયાદ જિલ્લાની વાત કરીએ તો મહુધા, કઠલાલ, કપડવંજ, ગળતેશ્વર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઠાસરા, માતર, ખેડા, મહેમદાવાદ તાલુકામાં પણ મેઘો અવિરસ વરસી રહ્યો છે.
મહિસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સંતરામપુર તાલુકામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો કડાણા અને લુણાવાડા તાલુકામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સવારથી મેઘ મહેર યથાવત છે. જેમાં ચોટીલામાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે અહીં 6 કલાકમાં 5.5 ઇંચ વરસાદ નોંધાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
આ પણ વાંચો: મનુ ભાકરને નિરજ ચોપરા નહીં પરંતુ પસંદ છે આ ક્રિકેટર
સારા વરસાદથી કપાસ, મગફળી સહીતના પાકને ફાયદો થયો છે. આખરે વરસાદનું ફરી આગમન થતા ખેડૂતોએ રાહતો શ્વાસ લીધો છે.
અમદાવાદમાં મોડી રાતના વરસાદ બાદ અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શહેરમાં મોડી રાતના વરસાદ બાદ 30 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને હવે રાહત થઈ છે. ગુજરાતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગીર સોમનાથ, પોરબંદરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.