July 3, 2024

રાજ્યમાં 2 વાગ્યા સુધીમાં 183 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કલ્યાણપુરમાં 6 ઇંચ

અમદાવાદઃ રાજ્યમાં સવારથી 6 વાગ્યાથી 2 વાગ્યા સુધી 183 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે.

જૂનાગઢના માણાવદર, વિસાવદર, મેંદરડામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટના ધોરાજીમાં 3.5 ઇંચ વરસાદ, જામનગરના કાલાવડમાં 3.5 ઇંચ વરસાદ, જૂનાગઢના વંથલી, કેશોદમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારી શહેરમાં 3 ઇંચ વરસાદ, જૂનાગઢ શહેરમાં 2.5 ઇંચ વરસાદ, દેવભૂમિ દ્વારકા શહેરમાં 2.5 ઇંચ વરસાદ અને ગીર સોમનાથના કોડીનારમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, NDRFની ટીમો તહેનાત કરી

24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ
રાજ્યમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સુરતના પલસાણામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો જૂનાગઢના માણાવદરમાં પણ 8 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ, પલસાણા-માણાવદરમાં આભ ફાટ્યું

ક્યાં કેટલો વરસાદ પડ્યો?
સુરતના મહુવામાં 7 ઇંચ વરસાદ, જૂનાગઢના વંથલીમાં 6 ઇંચ વરસાદ, દેવભૂમિ દ્વારકમાં 6 ઇંચ વરસાદ, સુરતના બારડોલીમાં 6 ઇંચ વરસાદ, પોરબંદરના કુતિયાણામાં 6 ઇંચ વરસાદ, સુરતના ઓલપાડ અને કામરેજમાં 6 ઇંચ વરસાદ, સુરત શહેરમાં 5.5 ઇંચ વરસાદ, કચ્છના મુદ્રામાં 5 ઇંચ વરસાદ, વલસાડના વાપીમાં 5 ઇંચ વરસાદ, જૂનાગઢના મેંદરડામાં 5 ઇંચ વરસાદ, વલસાડના કપરાડામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે.