September 19, 2024

રાજ્યમાં વરસાદને લઈને યલો એલર્ટ, દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.