July 8, 2024

સવારથી 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 3 ઇંચ વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં સવારના 6થી 10 વાગ્યા સુધી 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડના કપરાડામાં 2 ઇંચ, નવસારીના વાંસદામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત સુરતના ઉમરપાડા અને કામરેજમાં 2 ઇંચ વરસાદ, નર્મદાના ડેડિયાપાડામાં 1.5 ઇંચ વરસાદ, સુરતના ઓલપાડમાં 1.5 ઇંચ વરસાદ, ડાંગના વધઇમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ચીખલીમાં 1 ઇંચ વરસાદ, સુરતના બારડોલીમાં 1 ઇંચ વરસાદ અને વલસાડના ધરમપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ
રાજ્યમાં સાયક્લોનિક સિસ્ટમની અસર વર્તાઈ રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં મેઘરાજાએ પધરામણી કરી હતી. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના દાંતામાં પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 133 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 25 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ બનાસકાંઠાના દાંતામાં ખાબક્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેને લઈને રાહદારીઓ સહિત વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ 24 કલાકમાં 141 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દાંતામાં 8 ઇંચ

ક્યાં કેટલો વરસાદ પડ્યો?
આ ઉપરાંત વડગામમાં 4 ઇંચ, શહેરામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદાના તિકલવાડામાં 2.5 ઇંચ, મહીસાગરના ખાનપુરમાં 2 ઇંચ, ખેડાના કઠલાલમાં 2 ઇંચ, ખેડાના ગળતેશ્વરમાં 2 ઇંચ, બનાસકાંઠાના પાલનપુરમાં 2 ઇંચ, તાપીના કુંકરમુંડામાં 2 ઇંચ, ખેડાના ઠાસરામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ, મહીસાગરના કડાણામાં 2 ઇંચ, સુરતના ઉમરપાડામાં 1.5 ઇંચ, નર્મદાના નાંદોદમાં 1.5 ઇંચ અને ભરૂચના ઝઘડિયામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ત્યારે ઠેર ઠેર વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.