July 1, 2024

હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં-ક્યાં વરસાદ ખાબકશે

અમદાવાદઃ રાજ્યમાં વાતવારણને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ વરસાદની આગાહી અંગે જણાવતા કહે છે કે, સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય થઈ ગયું છે. ત્યારે વરસાડ-નવસારી સુધી ચોમાસું પહોંચ્યું નથી.

આ પણ વાંચોઃ CM ભૂપેન્દ્ર પટેલનો અધિકારીઓને ટોણો, કહ્યુ – કીટલીઓ ગરમ છે એ શાંત થવી જ જોઈએ

વધુમાં તેઓ જણાવે છે કે, ‘આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, દાહોદ, છોટા ઉદેપુરમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

કઈ તારીખે ક્યાં વરસાદ પડે તેવી આગાહી?

  • 15 જૂન – દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર
  • 16 જૂન – ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદ
  • 17 જૂન – નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર
  • 18 જૂન – નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી
  • 19 જૂન – નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, કચ્છ