September 30, 2024

24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વિસાવદરમાં 4 ઇંચથી વધુ

ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી અવિરત મેઘમહેર યથાવત છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 112 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 22 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

સૌથી વધુ વિસાવદર તાલુકામાં સાડા 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારબાદ વડોદરામાં પોણા 4 ઈંચ, જૂનાગઢ શહેર અને તાલુકામાં સાડા 3 ઈંચ, ગઢડામાં સવા 3 ઈંચ, તાલાલામાં 3 ઈંચ, ગીર ગઢડામાં 3 ઈંચ, પાદરામાં પોણા 3 ઈંચ, ખાંભા અને ડેડિયાપાડામાં 2 ઈંચ વરસાદ, ઉનામાં 2 ઈંચ, ભીલોડામાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.