July 5, 2024

Gujarat : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં આટલા કરોડ વપરાયા જ નહી !

GUJARAT - NEWSCAPITAL

આજરોજ ગૃહમાં વિધાનસભા બેઠકની શરૂઆત થતાની સાથે જ કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને લઈને સરકારને પ્રશ્નો પૂછ્યા હતા. વિધાનસભામાં ગૃહમાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન જ વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી. ત્યારે કોંગી ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે ગૃહમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે બજેટમાં જોગવાઈ અંગે પ્રશ્ન કર્યો હતો. કોંગી ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે બજેટમાં કેટલી રકમ ફળવાઈ અને કેટલી રકમ નથી વપરાઇ તેને લઈને સરકારને પ્રશ્ન પૂછ્યો હતો.GUJARAT - NEWSCAPITALરોજગાર વિભાગમાં આટલા રૂપિયા વપરાયા જ નહી ! 

ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલના જવાબમાં રાજ્યના મંત્રી બળવંત સિંહ રાજપૂતે કહ્યું કે, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં વર્ષ 2021-22માં રૂ. 1502.32 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાંથી રૂ. 1279.88 કરોડ વિભાગને ફાળવવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2022-23 માં 1836.83 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી હતી. જેમાંથી 1591.87 કરોડની રકમ ફાળવવામાં આવી હતી. આમ વર્ષ 2021-22 માં 67.65 કરોડ રૂપિયા વણ વપરાયેલ રહ્યા હતા, જ્યારે વર્ષ 2022-23 માં 121.76 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં પડી રહ્યા હતા.

આ પણ વાંચો : Gandhinagar : બપોરે 12 કલાકથી વિધાનસભાની બેઠક, આ પ્રશ્નો પર થશે ચર્ચા

નવી શિક્ષણ નીતિની ચર્ચા 

આજે બપોરે 12 વાગ્યાથી ગૃહમાં પ્રશ્નોત્તરી કાળથી દરમિયાન વિધાનસભાની બેઠક શરૂ થઈ હતી. દરમિયાન વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રશ્નોને પણ આવરી લેવામાં આવશે. ત્યાર બાદ રાષ્ટ્રિય શિક્ષણ નીતિ પર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયા આજે સંકલ્પ રજૂ કરશે. નવી શિક્ષણ નીતિ પર 90 મિનિટ સુધી ચર્ચા ચાલશે. જે બાદ, મહેસુલ, શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. સાથે જ કૃષિ, સહકાર, આરોગ્ય અને ઉદ્યોગ વિભાગની માંગણીઓ પર પણ ચર્ચા અને મતદાન થશે.