ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ST વિભાગના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો
અમદાવાદઃ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગના એસટી નિગમમાં કામ કરતા કર્મચારીઓ માટો મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
✅ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૪% નો વધારો કરી હવેથી ૫૦% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવેલ છે.
✅ આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય…
— Harsh Sanghavi (@sanghaviharsh) January 28, 2025
આ મામલે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી છે. તેમણે લખ્યું છે કે, ‘રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp દ્વારા એસ ટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4% નો વધારો કરી હવેથી 50 % મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવા હકારાત્મક નિર્ણય લેવામાં આવેલ છે. સાથો સાથ વધારો થયેલ આ મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ ચુકવણી કરવા નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણય થકી કુલ રૂ. 125 કરોડથી વધુ નો લાભ એસ.ટી નિગમના કર્મચારીઓને મળવા પામશે. આગામી ટૂંક સમયમાં વિગતવાર આદેશો જાહેર કરવામાં આવશે.’