આજે GT vs MIનો અમદાવાદમાં મુકાબલો, જાણો લો હેડ ટુ હેડ રેકોર્ડ

IPL 2025ની 9મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ આજે ટકરાશે. બંને ટીમે પહેલી મેચમાં હારી ગઈ છે. ગુજરાતની ટીમ પંજાબ સામે તો મુંબઈની ટીમને ચેન્નાઈની ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આવી સ્થિતિમાં બંને ટીમ સિઝનની પહેલી મેચ જીતવા માટે પ્રયત્ન કરશે. ત્યારે આવો જાણીએ બંને ટીમનો હેડ ટુ હેડ રેકોર્ડ.
GT vs MI બંને ટીમોનો હેડ ટુ હેડ રેકોર્ડ
IPLમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમો અત્યાર સુધીમાં 5 વખત એકબીજા સામે આવી છે. જેમાં ગુજરાતની ટીમે 3 વખત જીત તો મુંબઈની ટીમે 2 વાર જીત પ્રાપ્ત કરી છે. જો આવતીકાલની મેચ જીતવામાં મુંબઈની ટીમ સફળ થાય છે તો બંને ટીમના હેડ ટુ હેડ રેકોર્ડ સમાન થઈ જશે. IPL 2024 માં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે એક મેચ રમાઈ હતી. જેમાં ગુજરાતની ટીમની જીત થઈ હતી.
આ પણ વાંચો: MS Dhoniએ 30 રન બનાવતાની સાથે સુરેશ રૈનાનો તોડી નાંખ્યો આ રેકોર્ડ
બંને ટીમોની GT vs MI ટીમ
ગુજરાત ટાઇટન્સ: સાઈ સુદર્શન, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, આર સાઈ કિશોર, કાગીસો રબાડા, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, જોસ બટલર (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, ઇશાંત શર્મા, જયંત યાદવ, મહિપાલ લોમરોર, કરીમ જનાત, કુલવંત ખેજરોલિયા, અનુજ રાવત, ગેરાલ્ડ કોટઝી, શેરફેન રધરફોર્ડ, માનવ સુથાર, કુમાર કુશાગ્ર, અરશદ ખાન, ગુર્નૂર બ્રાર, નિશાંત સિંધુ.
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, તિલક વર્મા,બિન મિંજ, કર્ણ શર્મા, રાયન રિકેલ્ટન, દીપક ચહર, અલ્લાહ ગઝનફર, હાર્દિક પંડ્યા, ટ્રેન્ટ બોલ્ટ, નમન ધીર, વિલ જેક્સ, અશ્વિની કુમાર, મિશેલ સેન્ટનર, રીસ ટોપલી, શ્રીજીત કૃષ્ણા, એસ રાજુ, બેવન જેકબ્સ, અર્જુન તેંડુલકર, લિઝાદ વિલિયમ્સ, વિગ્રેશ પુથુર, રાજ અંગદ બાવા.