ગુજરાત ટાઇટન્સ પાર્થિવ પટેલને મહત્વની જવાબદારી સોંપશે
IPL 2025 Parthiv Patel: IPL 2025ને લઈને સતત ચર્ચા થઈ રહી છે. તમામ ખેલાડીઓને લઈને ચર્ચાઓ થઈ રહી છે કે કંઈ ટીમ ક્યાં ખેલાડીને પોતાની ટીમમાં સમાવેશે કરે છે. ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. પાર્થિવ પટેલ ગુજરાત ટાઇટન્સમાં જોડાઈ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે ગુજરાતની ટીમમાં પાર્થિવ પટેલને મોટી જવાબદારી સોંપવામા આવી શકે છે.
ખેલાડીઓ પર ચાંપતી નજર
ગુજરાત ટાઇટન્સની ટીમના મુખ્ય કોચ આશિષ નેહરા છે. પાર્થિવ પટેલ હવે નેહરા સાથે કામ કરશે. આ સાથે તેને કોચિંગનો પણ સારો એવો અનુભવ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ પાર્થિવ પટેલ મુંબઈ ઈન્ડિયન્સ સાથે કામ કરી ચૂક્યો છે. એક રિપોર્ટ પ્રમાણે ખેલાડીઓ પર ચાંપતી નજર રાખવામાં આવશે.
આ પણ વાંચો: હાર્યા બાદ પણ કેપ્ટન રોહિતે આ 2 ખેલાડીઓના કર્યા વખાણ
મોહમ્મદ શમીને તક
ગુજરાત ટાઇટન્સના કપ્તાન હાર્દિક પંડ્યાએ ટીમ છોડી દીધી છે. શુભમન ગીલને સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું. ગીલને રિટેન્શન લિસ્ટમાં નંબર વન પર રાખી શકે છે. મોહમ્મદ શમીને પણ તક આપવાની સંભાવનાઓ જોવા મળી રહી છે.