March 10, 2025

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ભાષા-સાહિત્ય વિદ્યાશાખા વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું

અમદાવાદ: સ્નાતક સંઘ, શતાબ્દી વર્ષ મહોત્સવ અંતર્ગત અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી સાહિત્ય અને ભાષાના વિદ્યાર્થીઓ માટે ૬, માર્ચ રવિવારના રોજ મહાદેવ દેસાઈ સંકુલ-ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે પૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું.

આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસકાળના સમયના સંસ્મરણો વાગોળ્યા હતા. આગામી 6 ડિસેમ્બર, 2025ના રોજ સ્નાતક સંઘ દ્વારા પૂર્વ વિદ્યાર્થીઓનું મહાસંમેલન યોજાશે. જેમાં વિદ્યાર્થીઓને તેમના પરિવાર સહ જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ અવસરે વિદ્યાર્થીઓ પાસે સમય અને જ્ઞાનના સહયોગ માટે અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી વિભાગના અધ્યક્ષો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.