ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

Gujarat Weather: છેલ્લા 15 દિવસથી ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી બપોરે ગરમી તો સાંજના સમયે ફરી ઠંડી પડી રહી છે. વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. ફરી હવામાન વિભાગે આગાહી કરી છે.

આ પણ વાંચો: આજે બપોરે ડિપોર્ટેશન ફ્લાઇટ ભારત આવશે, 33 ગુજરાતીઓ પણ સામેલ

હવામાન વિભાગે કરી આ આગાહી
આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહી શકે છે. ઉત્તર- ઉતરપૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે લઘુતમ તાપમાન 2 થી 3 ડીગ્રી વધી શકે છે. ઠંડીનું જોર ઘટશે. વાતાવરણમાં સતત બદલાવને કારણે લોકોમાં બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે. હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે જેના કારણે ખેડૂતો પણ ચિંતામાં છે કે માવઠું ના પડે તો સારું. કારણ કે જો માવઠું પડશે તો ખેડૂતોનો તૈયાર માલને નુકસાની થશે.