July 2, 2024

હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની તૈયારી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે. આ મામલે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં આગામી 5 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં સામાન્ય વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, સમગ્ર રાજ્યમાં 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. થન્ડરસ્ટ્રોર્મ એક્ટિવિટી થશે અને તેના કારણે ઝડપી પવન ફૂંકાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગે જણાવ્યુ છે કે, 8મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદની આગાહી છે. આ સિવાય કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.

વધુ જણાવતા તેઓ કહે છે કે, 9મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ સહિત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. ત્યારબાદ 10મી જૂને ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે.

આ ઉપરાંત 11મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. પછી 12મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી 13મી જૂને સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.