હવામાન વિભાગની નવી આગાહી, 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે
અમદાવાદઃ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉત્તર ઉતર-પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.
રાજ્યના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, શિયાળામાં બેવડી ઋતુનો વર્તારો યથાવત્ રહેશે. આગામી બે દિવસ બાદ ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. પવનોની દિશા બદલતા બેવડી ઋતુ સહન કરવી પડશે. આ ઉપરાંત બે દિવસ લઘુત્તમ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે.
આ ઉપરાંત તાપમાન વિશે વાત કરીએ તો, અમદાવાદમાં 17 ડિગ્રી, ગાંધીનગરમાં 16.2 ડિગ્રી, નલિયામાં 11.2 ડિગ્રી, કેશોદમાં 14.3 ડિગ્રી, વડોદરામાં 17.6 ડિગ્રી, રાજકોટમાં 16.4 ડિગ્રી, ભુજમાં 15.6 ડિગ્રી, અમરેલીમાં 14.6 ડિગ્રી, ડીસામાં 14.2 ડિગ્રી, પાલનપુરમાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.