ગુજરાતના આ જિલ્લામાં ભરશિયાળે વરસાદ પડશે! હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી 3 દિવસ સુધી વાતાવરણ સુષ્ક રહેશે.
હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટશે. 26થી 29 ડિસેમ્બરના રોજ ગુજરાતના અમુક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે.
રાજ્યના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં કમોસમી વરસાદની શક્યતા છે. ઉત્તર-પૂર્વ રાજસ્થાનથી પવન ફૂંકાતા તેની અસર ગુજરાત જોવા મળશે.