February 22, 2025

રાજ્યમાં બેવડી ઋતુની અસર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયું વાતાવરણ રહેશેઃ હવામાન વિભાગ

અમદાવાદઃ રાજ્યમાંથી શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે તમામ જિલ્લામાં બેવડી ઋતુની અસર વર્તાઈ રહી છે. હાલ ઉત્તર-પૂર્વથી ફૂંકાતા ઉત્તરના પવનોથી ગરમીનો અહેસાસ થાય છે. જ્યારે રાતે ઠંડીનો ચમકારો પણ અનુભવાય છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો થયો છે. શિયાળાની અસર કરતાં તાપમાનમાં વધારાનો અનુભવ થાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળો રહેવાની શક્યતા છે. કેશોદમાં સૌથી ઓછું 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

કયા શહેરમાં કેટલું તાપમાન?

  • અમદાવાદમાં 21.1 ડિગ્રી
  • ગાંધીનગરમાં 20.2 ડિગ્રી
  • ડીસામાં 18.4 ડિગ્રી
  • વલ્લભ વિદ્યાનગરમાં 21.5 ડિગ્રી
  • વડોદરામાં 19.4 ડિગ્રી
  • સુરતંમાં 20.9 ડિગ્રી
  • ભુજમાં 20.4 ડિગ્રી
  • કંડલામાં 21.2 ડિગ્રી
  • ભાવનગરમાં 21.3 ડિગ્રી
  • દ્વારકામાં 22.0 ડિગ્રી
  • ઓખામાં 23.0 ડિગ્રી
  • પોરબંદરમાં 21.4 ડિગ્રી
  • વેરાવળમાં 22.6 ડિગ્રી
  • રાજકોટમાં 19.1 ડિગ્રી
  • અમરેલીમાં 21.5 ડિગ્રી
  • સુરેન્દ્રનગરમાં 21.8 ડિગ્રી
  • મહુવામાં 22.6 ડિગ્રી
  • નલિયામાં 16.2 ડિગ્રી