July 3, 2024

7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, NDRFની ટીમો તહેનાત કરી

અમદાવાદઃ રાજ્યના સાત જિલ્લામાં વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં આજે સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, બોટાદ, ભાવનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લાના મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સંભાવના છે.

આ પણ વાંચોઃ 24 કલાકમાં રાજ્યના 214 તાલુકામાં વરસાદ, પલસાણા-માણાવદરમાં આભ ફાટ્યું

ભારે વરસાદને પગલે રાજ્યમાં NDRFની ટીમો એલર્ટ પર છે. નર્મદા, કચ્છ, ગીર સોમનાથ, રાજકોટ, વલસાડ, દ્વારકા, ભાવનગર, અમરેલી, સુરતમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ SP રીંગ રોડ પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3નાં મોત

24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ
રાજ્યમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સુરતના પલસાણામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો જૂનાગઢના માણાવદરમાં પણ 8 ઇંચ વરસાદ વરસ્યો છે.

ક્યાં કેટલો વરસાદ પડ્યો?
સુરતના મહુવામાં 7 ઇંચ વરસાદ, જૂનાગઢના વંથલીમાં 6 ઇંચ વરસાદ, દેવભૂમિ દ્વારકમાં 6 ઇંચ વરસાદ, સુરતના બારડોલીમાં 6 ઇંચ વરસાદ, પોરબંદરના કુતિયાણામાં 6 ઇંચ વરસાદ, સુરતના ઓલપાડ અને કામરેજમાં 6 ઇંચ વરસાદ, સુરત શહેરમાં 5.5 ઇંચ વરસાદ, કચ્છના મુદ્રામાં 5 ઇંચ વરસાદ, વલસાડના વાપીમાં 5 ઇંચ વરસાદ, જૂનાગઢના મેંદરડામાં 5 ઇંચ વરસાદ, વલસાડના કપરાડામાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે.