March 10, 2025

ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી, આવતીકાલે અનેક જિલ્લામાં યલો એલર્ટ

અમદાવાદઃ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. તેમણે ગરમીને લઈને હવામાન વિભાગનું એલર્ટ સામે આવ્યું છે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, ‘સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીને લઈ અલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ સહિત કચ્છ, બનાસકાંઠા અને સુરતમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ યલો ઓલર્ટ આપાવમાં આવ્યું છે. આ સિવાય આવતીકાલે અમદાવાદ સહિત કચ્છ, બનાસકાંઠા, સુરત, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે.’

તેઓ તાપમાનની માહિતી આપતા જણાવે છે કે, ‘અમદાવાદમાં 38.7 ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે આજે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાવવાની શક્યતા છે. રાજ્યમાં સૌથી વધુ 41.1 ડિગ્રી તાપમાન રાજકોટમાં રહ્યું છે. સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. સતત ત્રણ દિવસ તાપમાનમાં વધારો થશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી ઘટાડો થશે. ત્રીજા દિવસે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ અને દીવમાં ઉષ્ણ લહેર સાથે યલો અલર્ટની શક્યતા છે.’