રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો, નલિયામાં સૌથી ઓછું 6 ડિગ્રી તાપમાન નોંધાયું

Gujarat: રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતા હાડથીજવતી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે.. નલિયામાં તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

ત્યારે ઠંડીના ચમકારા વચ્ચે નલિયામાં સૌથી સૌથી ઓછું તાપમાન નલિયામાં 6.0 ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદમાં 16.0, ગાંધીનગરમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સિવાય ડીસા 10.6 ડિગ્રી,વલ્લભ વિદ્યાનગર 15.4 ડિગ્રી, વડોદરા 16.8 ડિગ્રી, સુરત 17.2 ડિગ્રી, ભુજ 11.7 ડિગ્રી ,કંડલા 11.3 ડિગ્રી , અમરેલી 12.4 ડિગ્રી, ભાવનગર 15.6 ડિગ્રી, દ્વારકા 15.6 ડિગ્રી , ઓખા 20.4 ડિગ્રી , પોરબંદર 11.9 ડિગ્રી , વેરાવળ 17.7 ડિગ્રી, રાજકોટ 10.9 ડિગ્રી , સુરેન્દ્રનગર 14.0 ડિગ્રી , કેશોદ 12.3 ડિગ્રી,મહુવા 10.9 ડિગ્રી નોંધાયું છે.

આ પણ વાંચો: બુમરાહના વકીલનો પત્ર… અમને જેલ મોકલશે! અમદાવાદમાં શો નહીં કરવા દે, કોલ્ડપ્લે કોન્સર્ટમાં સિંગર ક્રિસ માર્ટિને કેમ આવું કહ્યું?