November 22, 2024

Gujaratમાં વિધિવત્ ચોમાસાનો પ્રારંભ, જાણો કઈ તારીખે ક્યાં વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં આજથી ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થઈ ગયો છે. હવામાન વિભાગે આ અંગે જાણકારી આપી હતી. રાજ્યમાં નવસારીથી ચોમાસાની શરૂઆત થઈ હોવાનું પણ જણાવ્યું હતું.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ મામલે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ચોમાસાની ઋતુનો વિધિવત્ પ્રારંભ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતથી મેઘરાજાએ પધરામણી કરી છે. નવસારીથી ચોમાસાની શરૂઆત થઈ છે. આજથી રાજ્યમાં તાપમાન ઘટવાની શરૂઆત થશે. આજે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતીઓ સાવધાન! છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો

હવામાન વિભાગની તારીખ પ્રમાણે આગાહી

  • 12 જૂન – પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ
  • 13 જૂન – સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ
  • 14 જૂન – સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ
  • 15 જૂન – સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ
  • 16 જૂન – નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ
  • 17 જૂન – નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ