હવામાન વિભાગની આગાહી – પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે
અમદાવાદઃ ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે, આગામી પાંચ દિવસ સુધી સમગ્ર રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. ઉલ્લેખનીય છે કે, આજે દક્ષિણ ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, ‘આગામી 5 દિવસ તાપમાન સૂકું રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં 40 ડિગ્રી તાપમાન રહેશે. ત્યારબાદ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર 40 ડિગ્રી તાપમાન રહેશે. આ સિવાય આજે ઉત્તર ગુજરાતમાં પણ ગરમી યથાવત્ રહેશે.’
આ પણ વાંચોઃ સુરતમાં મોબાઇલ સ્નેચરોનો આતંક વધ્યો, પોલીસે તપાસ હાથ ધરી
તેમણે વઘુમાં ઉમેર્યું હતું કે, ‘રાત્રિના સમયે બનાસકાંઠા, અમદાવાદ, આંણદ વડોદરા ગરમ રહેશે. આ ઉપરાંત અમરેલીમાં 40.8 ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન છે.’
આ પણ વાંચોઃ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો
દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહીથી તદ્દન વિરુદ્ધ માહોલ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ ત્યાં વાદળછાયું વાતારણ જોવા મળ્યું છે. તો ઘણી જગ્યાએ કમોસમી વરસાદ પણ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તેને કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.