હવામાન વિભાગની આગાહી, 7 દિવસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે
અમદાવાદઃ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ આ અંગે માહિતી આપતા જણાવે છે કે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં પવનની ગતિ 40થી 50 કિમી પ્રતિ કલાકની રહે છે. ત્યારે આજે વલસાડ, નવસારી, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
12મી તારીખે વલસાડ, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, મહીસાગર, દાહોદ, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 13મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, નર્મદા, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
ત્યારબાદ 14મી તારીખે બાનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરી છે. તો 15મી મેના દિવસે અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16મી તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરી છે.