July 1, 2024

હવામાન વિભાગની નવી આગાહી, રાજ્યમાં ચોમાસાનો માહોલ જામશે

અમદાવાદઃ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે ગઈકાલે હવામાન વિભાગે ગુજરાતમાં વિધિવત્ રીતે ચોમાસાનું આગમન થયું હોવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે નવી આગાહી સામે આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વરસાદની આગાહી કરતા જણાવ્યુ હતુ કે, ‘આજે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. ત્યારે આગામી 5 દિવસમાં તાપમાનમાં મોટો ઘટાડો જોવા મળશે.’

આ પણ વાંચોઃ સુરતમાં વાલીઓ પાસેથી સોગંદનામા લખાવતા વિવાદ

તેઓ આગળ જણાવતા કહે છે કે, ‘રાજ્યમાં આગામી સમયમાં હવે ચોમાસાનો માહોલ જામશે. સૌરાષ્ટ્રમાં આજે અને આવતીકાલે વરસાદ રહેશે. ભાવનગર, સોમનાથ, જૂનાગઢ, મોરબી, અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદ રહેશે. આ સિવાય દાહોદ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદ રહેશે.’

આ પણ વાંચોઃ ગુજરાત બન્યું ડ્રગ્સનું હબ, સતત ચોથા દિવસે કરોડોનું ચરસ ઝડપાયું

તેઓ કહે છે કે, આગામી સમયમાં વીજળીના કડાકાભડાકા-ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ રહેશે. અમદાવાદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ગાંધીનગર, વડોદરા, નવસારી સહિત વરસાદ ગાજવીજ સાથે રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે બે દિવસ વરસાદ રહેશે.’