September 15, 2024

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, જોઈ લો તારીખ

gujarat weather update unseasonal rain on 12 and 13 april

ફાઇલ તસવીર

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ગરમીનો કહેર વધી રહ્યો છે. તો બીજી તરફ ઘણાં દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. ત્યારે આ દરમિયાન હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ આગાહી કરતા જણાવે છે કે, રાજ્યમાં સૌથી વધુ તાપમાન કચ્છના ભુજમાં નોંધાયું છે. ત્યાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી નોંધાયું છે અને ગાંધીનગરનું મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી નોંધાયું છે.

આ પણ વાંચોઃ દાહોદની લોકસભા બેઠકનું સરવૈયું, છેલ્લી બે લોકસભા બેઠકમાં નોટામાં હજારો મત

તેમણે આગળ જણાવ્યુ છે કે, ઉત્તર-પશ્ચિમના પવન ફૂંકાવવાની શક્યતા છે. જ્યારે રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ગરમીને કારણે ડિસ્કમ્ફર્ટ રહેવાની શક્યતા છે. તો રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થાય તેવી પણ આશંકા છે. જેને કારણે કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી

વધુમાં તેમણે કહ્યુ કે, આગામી ચાર દિવસ બાદ હળવા વરસાદની આગાહી કરી છે. નવસારી, વલસાડ, સુરત જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 13મી એપ્રિલે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. જ્યારે 12 અને 13 એપ્રિલે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવના છે.