February 16, 2025

પ્રયાગરાજથી પરત ફરતા ગુજરાતીઓને લીમખેડાના પાલ્લી હાઇવે પર અકસ્માત નડ્યો, 4નાં મોત 8 ઘાયલ

લીમખેડા: પ્રયાગરાજથી પરત ફરી રહેલા ગુજરાતીઓને લીમખેડાના પાલ્લી હાઇવે પર અકસ્માત નડ્યો હતો. ટ્રક અને ટાટા વિંગર ટ્રાવેલર ગાડી વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત નિપડ્યા હતા. જ્યારે 8 લોકો ઘાયલ થયા છે.

આ પણ વાંચો: પ્રયાગરાજ-મિર્જાપુર હાઈવે પર અકસ્માતમાં 10નાં મોત, 19 ઘાયલ

લીમખેડાના પાલ્લી હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી. રસ્તા પર ઊભેલી ટ્રકમાં પાછળથી ટ્રાવેલ ગાડીએ ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરના ધોળકા સહિતના પરિવારને અકસ્માત નડ્યો હતો. ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા છે. ઘટનાને લઈને પરિવારમાં ગમગમીનો માહોલ છાવાયો છે.