July 2, 2024

ગુરબાઝ-ઝદરાનની જોડીએ કરી કમાલ, રોહિત-કોહલી પણ પાછળ

AUS vs AFG: ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો હતો. આ મેચ દરમિયાન અફઘાનિસ્તાન ટીમના ઓપનિંગ બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાનની જોડીએ તમામ ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.

જૂના રેકોર્ડ તોડી નાંખ્યા
T20 વર્લ્ડ કપ 2024માં અફઘાનિસ્તાન ટીમના ઓપનિંગ બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાને આ મેચ દરમિયાન જૂના રેકોર્ડ તોડી નાંખ્યા છે. ગુરબાઝ અને ઝદરાન વચ્ચે પ્રથમ વિકેટ માટે 118 રનની ભાગીદારી જોવા મળી છે. આ બંનેએ જૂના તમામ રેકોર્ડને તોડી નાંખ્યા છે. ઝદરાન અને ગુરબાઝે બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાની રેકોર્ડની બરાબરી કરતા જોવા મળ્યા છે.

સૌથી વધુ સદીની ભાગીદારી
T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સદીની ભાગીદારી ધરાવતી જોડીની વાત કરવામાં આવે તો રહેમાનુલ્લા ગુરબાઝ અને ઇબ્રાહિમ ઝદરાન – 3 (વર્ષ 2024) એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યુ હેડન – 2 (2007), રોહિત શર્મા અને વિરાટ કોહલી – 2 (વર્ષ 2014), બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન – 2 (વર્ષ 2021) આ ખેલાડીઓએ સૌથી વધુ સદીની ભાગીદારી ધરાવતી જોડી છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાં Afghanistanને કર્યો સૌથી મોટો ઉલટફેર

પોઈન્ટ ટેબલમાં ટીમોની સ્થિતિ
સુપર 8માં અફઘાનિસ્તાન સામેની મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમની હાર થઈ છે. જે બાદ હવે સુપર 8 ના ગ્રુપ 1 માંથી કઈ બે ટીમો સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરશે તે હવે છેલ્લી બે બાકી રહેલી મેચ પરથી થશે. માં ભારતીય ટીમ 4 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા 2 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે. અફઘાન ટીમ પણ 2 પોઈન્ટ સાથે 3જા સ્થાન પર છે. જોકે બાંગ્લાદેશની ટીમ 2 મેચ બાદ પણ પોતાનું ખાતું ખોલાવી શકી નથી.