ઉનાળામાં શેરડીનો રસ પીવાની આદત હોય ચેતી જજો
Sugarcane Juice Side Effects: ઉનાળો આવતાની સાથે કંઈક ઠંડુ પીવાનું મન થાતું હોય છે. ગરમીમાં પણ દર વર્ષે વધારો થઈ રહ્યો છે. મોટા ભાગના લોકો ગરમીમાં શેરડીનો રસ પીતા હોય છે. પરંતુ તમને ખબર છે કે શેરડીનો રસની આડ અસરો પણ છે. જેનાથી તમને એટલું મોટું નુકસાન થશે કે તેની કિંમત તમને મોંઘી પડી જશે.
બ્લડ સુગર વધશે
જો તમે ડાયાબિટીસના દર્દીઓએ શેરડીનો રસ વધુ ન પીવો જોઈએ. જો તમે પણ શેરડીનો રસ ડાયાબિટીસ હોવા છતા પીવો છો તેમાં ગ્લાયસેમિક લોડ ઘણું વધારે છે અને તે તેમને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે તમે શેરડીના રસનું વધારે પડતું સેવન કરો છો તો તમને બ્લડ સુગરનું સ્તર વધી શકે છે. જો તમને ડાયાબિટીસ ન હોય તેમ છતાં તમે તેનું સેવન રોજ કરો છો તો તમને ઇન્સ્યુલિન પ્રતિકારનું જોખમ વધી શકે છે.
પાણી શોષી લેશે
મોટા ભાગના લોકો ઉનાળામાં રસ્તા પર આવતા જતા શેરડીના રસનું સેવન કરતા હોય છે. પરંતુ શેરડીના રસનું વધારે સેવન કરવું નુકસાન કરી શકે છે. કારણ કે શેરડીનો રસ શરીરમાંથી પાણીને શોષી લે છે. તો બીજી બાજૂ જ્યારે શેરડીના રસમાં વધુ કાર્બોહાઇડ્રેટ હોય છે, ત્યારે તેને પચાવવા અથવા ચયાપચય માટે વધુ પાણીની જરૂર પડશે. જો શરીરમાં પાણીની ઉણપ થાય તો ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે.
આ પણ વાંચો: ઘીની મદદથી આ રીતે બનાવો ક્રીમ, રાતોરાત ચહેરામાં આવશે નિખાર
લીવરની સમસ્યા વધશે
જે લોકોને ફેટી લીવરની બીમારી હોય તેમણે પણ શેરડીના રસનું સેવન ના કરવું જોઈએ. એમ છતાં પણ શેરડીના રસનું સેવન કરવામાં આવે છે તો ફેટી લીવરની સમસ્યા વધી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ ભારતમાં આજના સમયમાં મોટાભાગના લોકો ફેટી લીવરની સમસ્યાથી પીડાઈ રહી છે. શેરડીનો રસ પીતી વખતે સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે ધ્યાન નથી રાખતા તો શેરડીના રસમાં એન્ટરટોક્સિન વિકસી શકે છે. એટલે કે તે બેક્ટેરિયાના હુમલાનું કારણ બની શકે છે.