January 2, 2025

ઘરે બનાવો આ રીતે મેથીનો હેર માસ્ક, થશે આટલા ફાયદાઓ

Hair Fall Problem: આજના સમયમાં મોટાભાગના લોકોને વાળ ખરવાની સમસ્યા હોય જ છે. તેના માટે લોકો અલગ અલગ પ્રકારની દવાઓ લેતા હોય છે. પરંતુ એમ છતાં આ સમસ્યાથી કોઈ રાહત મળતી નથી. જો તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો તમારા માટે અમે મેથીનો હેર માસ્ક લઈને આવ્યા છીએ. જે તમને નુકસાન પણ નહીં કરે અને થોડા જ સમયમાં તમારી આ સમસ્યાનું નિરાકરણ આવી જશે.

હેર પેક કેવી રીતે બનાવશો
ઘરે ઔષધીય ગુણોથી ભરપૂર મેથીનો હેર પેક બનાવવો ખૂબ આસાન છે. જેના માટે તમારે મેથીના દાણાને પાણીમાં પલાળી રાખવાના રહેશે. તેને આખી રાત પલાળી રાખો. આ પછી તમારે બીજે દિવસે તેની પેસ્ટ બનાવી લો. જેમાં તમારે પેસ્ટ બનાવીને દહીં મિક્સ કરવાનું રહેશે.

આ પણ વાંચો:  આ ફળ અને શાકભાજીની છાલ તમારા ચહેરા પર લાવશે ગ્લો

કેવી રીતે ઉપયોગ કરવો?
મેથીના દાણા અને દહીંથી બનેલો હેર પેક તમારા વાળ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પેકને તમારા વાળના મૂળમાં સારી રીતે લગાવી દો. આ પેકને તમારે વાળમાં અડધો કલાક રાખવાનું રહેશે. આ પછી તમારે ઠંડા પાણીથી વાળને ધોઈ લેવાના રહેશે. આ હેર પેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં 2 વાર કરી શકો છો.