June 24, 2024

જો તમારા વાળ ડેન્ડ્રફને કારણે ખરવા લાગ્યા છે, તો આ ઘરેલું ઉપાય કરો

Hair care:  શું તમારા વાળમાં ડેન્ડ્રફ થાય છે? તમે સતત પ્રયાસ કરો છો તેમ છતાં ડેન્ડ્રફથી છૂટકારો મેળવી શકતા નથી? ભારે ગરમીના કારણે તમારી ત્વચાને જ નુકસાન નથી થઈ રહ્યું છે અને વાળને સ્થિતિ બગડી રહી છે? ચાલો આવો જાણીએ કે ડેન્ડ્રફથી તરત જ છુટકારો મેળવવા માટે તમારે શું કરવું જોઈએ?

તમારા વાળને નુકસાની
તમે સાંભળ્યું હશે કે લીંબુનો રસ લગાવવાથી માથામાં ખોડો દુર થાય છે. પરંતુ તમે જો સીધી રીતે લીંબુનો રસ લગાવી રહ્યો છો તમારા વાળને નુકસાન થઈ શકે છે. લીંબુના રસને સીધે રીતે માથામમાં લગાવવાથી તમારા વાળને નુકસાની થાય છે અને વાળ ખરવાની સમસ્યા ચોક્કસ થાય છે.

આ પણ વાંચો: ટેસ્ટ ક્રિકેટમાં પિતા-પુત્રની જોડીએ માઈલસ્ટોન બનાવ્યાં, રેકોર્ડ બુક પણ સાક્ષી

લીંબુ સાથે પાણી મિક્સ કરો: એક બાઉલમાં લીંબુનો રસ કાઢો તેમા પાણી ઉમેરો. ત્યારબાદ તમારા વાળને શેમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં 2થી3 વખત આવું કરો. આ કરવાથી તમારા માથામાંથી ખોડો દુર થશે.

નારિયેળ તેલ અને લીંબુઃ નારિયેળના તેલમાં લીંબુનો રસ ભેળવીને રાત્રે સૂતા પહેલા મૂળમાં લગાવો. સવારે તમારા વાળને શેમ્પૂથી ધોઈ લો. અઠવાડિયામાં આવું 2 વાર કે પછી 1 વાર કરવાથી તમારા વાળમાંથી ડેન્ડ્રફ દુર થઈ જશે.

એલોવેરા અને લીંબુનો રસઃ એક બાઉલમાં એલોવેરા જેલ લઈને તેમાં લીંબુનો રસ ઉમેરો. આ બંનેને સારી રીતે મિક્સ કરો અને વાળમાં સારી રીતે લગાવો. અડધા કલાક પછી માથું ધોઈ લો. આવું કરવાથી તમારા વાળમાં ખોડો દુર થાય છે.