ધો 10-12 બોર્ડ પરીક્ષાની હોલ ટીકીટ ઓનલાઈન મુકાઈ, નંબર દાખલ કરીને પ્રિન્ટ કાઢી શકાશે

Board Exam Gujarat: ધો 10-12 બોર્ડ પરીક્ષાને લઈને નવી માહિતી સામે આવી છે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની હોલ ટીકીટ ઓનલાઈન મૂકવામાં આવી છે. શાળા દ્વારા ઇન્ડેક્સ નંબર દાખલ કરીને પ્રિન્ટ કાઢી શકાશે. ફોટો અને તમામ વિગત તપાસી હોલ ટિકિટ વિદ્યાર્થીઓને આપશે.
આ પણ વાંચો: માંગરોળ દુષ્કર્મ આરોપીને દોષિત જાહેર કરવા મામલે રાજ્ય ગૃહમંત્રીનું નિવેદન
આ તારીખે બોર્ડની પરીક્ષા
27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરુ થવાની છે. ટાઈમ ટેબલ પ્રમાણે પરિક્ષાઓ 13 માર્ચ સુધીમાં સમાપ્ત થઈ જશે. મહત્વની વાત એ છે કે દર વર્ષના માર્ચમાં પરીક્ષાનું આયોજન થતું હોય છે. પંરતુ આ વખતે માર્ચને બદલે ફેબ્રુઆરીથી પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.