February 23, 2025

નેતન્યાહૂની ધમકી બાદ હમાસ ગભરાયું, વધુ 5 ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા

Israel Hamas War: ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધવિરામના ભાગરૂપે શનિવારે 6 ઈઝરાયલી બંધકોમાંથી 5ને રેડ ક્રોસને સોંપવામાં આવ્યા હતા. ગાઝામાં બે અલગ-અલગ સમારોહમાં સેંકડો પેલેસ્ટિનિયનોની સામે માસ્ક પહેરેલા, સશસ્ત્ર હમાસ લડવૈયાઓ દ્વારા સ્ટેજ પર લાવવામાં આવ્યા બાદ પાંચેયને રેડ ક્રોસને સોંપવામાં આવ્યા હતા. મધ્ય શહેર નુસીરાતમાં, ત્રણ ઇઝરાયલી યુવાનો – ઓમર વેનકર્ટ, ઓમર શેમ તોવ – ને રેડ ક્રોસના વાહનોમાં બેસાડવામાં આવ્યા હતા જે ઇઝરાયલ જવા રવાના થયા હતા.

અગાઉના દિવસની શરૂઆતમાં, દક્ષિણ ગાઝા શહેર રફાહમાં બે અન્ય બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. બે બંધકો, તાલ શોહમ (40) અને અવેરા મેંગીસ્તુ (39) ને માસ્ક પહેરેલા અને સશસ્ત્ર હમાસ લડવૈયાઓ પ્લેટફોર્મ પર લાવ્યા અને પછી રેડ ક્રોસ એમ્બ્યુલન્સમાં બેસાડવામાં આવ્યા.ત્યારબાદ એમ્બ્યુલન્સ ઇઝરાયલમાં નજીકના ક્રોસિંગ તરફ ગઈ. છઠ્ઠા બંધક, હિશામ અલ-સૈયદ (36) ને પણ શનિવારે મુક્ત કરવામાં આવનાર છે.

ઈઝરાયલ અને હમાસ વચ્ચે બંધકો અને કેદીઓની મુક્તિ એક સમયે થઈ રહી છે, જ્યારે હમાસના ઉગ્રવાદીઓએ અપહરણ કરાયેલા બે નાના બાળકોની માતા શિરી બિબાસને બદલે અન્ય કોઈનો મૃતદેહ સોંપ્યો જેના લીધે પેલેસ્ટાઈન આ અંગે ગુસ્સે છે. હમાસે બે પુત્રોના મૃતદેહ સાથે જે મહિલાનો મૃતદેહ સોંપ્યો હતો તે પેલેસ્ટિનિયન મહિલાનો હતો, બાળકોની માતા શિરી બિબાસનો નહીં.

નેતન્યાહૂએ હમાસને ધમકી
ઇઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુએ તેને કરારનું “ક્રૂર અને દુર્ભાવનાપૂર્ણ ઉલ્લંઘન” ગણાવ્યું હતું અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી, જ્યારે હમાસે કહ્યું હતું કે તે એક ભૂલ હતી. શનિવારે મુક્ત કરાયેલા 6 બંધકો યુદ્ધવિરામના પહેલા તબક્કા હેઠળ મુક્ત કરાયેલા છેલ્લા બચેલા લોકો છે. ઇથોપિયન-ઇઝરાયલી મેંગિસ્ટુને 2014માં ગાઝામાં પકડવામાં આવ્યો હતો. મેંગિસ્ટુના પરિવારે તેની મુક્તિ પર ગીતો ગાયા. ઉત્તર ઇઝરાયેલના માલે ત્ઝવિયા ગામનો શોહમ તેની પત્નીના પરિવારને મળવા કિબુત્ઝ બીરી ગયો હતો. ત્યારબાદ 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના ઉગ્રવાદીઓએ ત્યાં હુમલો કર્યો હતો.