January 3, 2025

New Year 2025 Celebrations: ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં નવા વર્ષનું સ્વાગત

Happy New Year 2025 Celebration Live: વર્ષ 2024 પૂરું થઈ રહ્યું છે અને નવું વર્ષ 2025 શરૂ થવા જઈ રહ્યું છે. ભારત સહિત સમગ્ર વિશ્વ નવા વર્ષને આવકારવા માટે તૈયાર છે. નવા વર્ષની શરૂઆત વિશ્વના પૂર્વ ખૂણાથી થશે. સમગ્ર વિશ્વમાં લોકો આ વર્ષની છેલ્લી સાંજે ઉજવણીમાં સામેલ થવા માટે તૈયાર છે.

સિંગાપોરમાં પણ આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશ: નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મોટી સંખ્યામાં ભક્તો મથુરાના વૃંદાવનના પ્રેમ મંદિર પહોંચ્યા.

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નવા વર્ષ 2025ના આગમનની આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી.

વર્ષ 2024ની છેલ્લી ગંગા આરતી ઉત્તર પ્રદેશના વારાણસીમાં દશાશ્વમેધ ઘાટ ખાતે કરવામાં આવી હતી.

નવા વર્ષ 2025ની પૂર્વ સંધ્યાએ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના લાલ ચોક ખાતે લોકો એકઠા થયા હતા.

ન્યુઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં નવા વર્ષ 2025નું શાનદાર આતશબાજી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.