March 14, 2025

હરણી બોટકાંડ મામલે મૃતકોને વળતર જાહેર, પીડિત પરિવારના એડવોકેટે વળતરને આવકાર્યું

વડોદરા: વડોદરા હરણી બોટકાંડ મામલે વળતર જાહેર કરવાનો મામલે પીડિત પરિવારના એડવોકેટ હિતેશ ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે. એક વર્ષની લડાઈ બાદ મૃતકોને આજે વળતર જાહેર કરાયું છે. વળતરને અમે આવકારીએ છીએ. મૃતક દીઠ 5 કરોડ અને ઈજાગ્રસ્ત દીઠ 50 લાખની માંગણી અમે કરી હતી.

વળતરના ચુકાદામાં માત્ર કોટિયા પ્રોજેક્ટ્સને જવાબદાર માનવામાં આવી તેનાથી અમે નાખુશ છીએ. સરકારના અધિકારી વિનોદ રાવ, વીએમસીના અધિકારી, સન રાઇસ સ્કૂલને બચાવી લેવાઈ છે. અમે હાઈકોર્ટમાં તમામ સામે કાર્યવાહી થાય તેની લડત લડીશું. હજી વધુ વળતર મૃતકોને મળે તેવી પણ માંગણી કરીશું.