હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસ: કેનેડા સરકારને મોટો ઝટકો, 4 આરોપીઓને મળ્યા જામીન
Canada: એક તરફ કેનેડામાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. બીજી તરફ, કેનેડિયન પોલીસને હવે મોટો ઝટકો લાગ્યો છે. હરદીપ સિંહ નિજ્જરના ચાર કથિત હત્યારાઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. હવે આ કેસની સુનાવણી કેનેડિયન સુપ્રીમ કોર્ટમાં 11 ફેબ્રુઆરીએ થશે. હકીકતમાં, પુરાવાના અભાવે કેનેડિયન પોલીસ નીચલી કોર્ટમાં હાજર રહી ન હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કાર્યવાહી પર સ્ટે મૂકીને 4 આરોપીઓને મુક્ત કર્યા.
જસ્ટિન ટ્રુડોએ ભારત પર ગંભીર આરોપો લગાવ્યા હતા તે હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં કેનેડાની પોલીસ હાજર થઈ ન હતી. જ્યારે ચાર કથિત હત્યારાઓ કરણ બ્રાર, અમનદીપ સિંહ, કમલપ્રીત સિંહ અને કરણપ્રીત સિંહ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
ચારેય આરોપીઓને જામીન કેમ આપવામાં આવ્યા?
કેનેડાના સરકારી દસ્તાવેજો અનુસાર, જ્યારે પોલીસ કોર્ટમાં હાજર ન થઈ, ત્યારે આરોપીએ આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. જ્યાં પહેલી સુનાવણી 18 નવેમ્બરે થઈ હતી, ત્યારબાદ પોલીસના વલણને જોઈને સુપ્રીમ કોર્ટે ચારેય આરોપીઓને જામીન પર મુક્ત કર્યા.
કેનેડિયન સરકારના દસ્તાવેજમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આ ચાર કથિત આરોપીઓ હવે કેનેડિયન પોલીસની કસ્ટડીમાં નથી; તેમને કાર્યવાહી પર સ્ટે આપીને મુક્ત કરવામાં આવ્યા છે.
ચાર આરોપી કોણ છે?
કેનેડાએ વર્ષ 2024ના મે મહિનામાં નિજ્જર હત્યા કેસમાં ચાર ભારતીયોની ધરપકડ કરી હતી. ૩ મેના રોજ, IHIT એ હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપમાં ત્રણ ભારતીય નાગરિકો, કરણ બ્રાર (૨૨), કમલપ્રીત સિંહ (૨૨) અને કરણપ્રીત સિંહ (૨૮) ની ધરપકડ કરી હતી. આ ત્રણેય પુરુષો એડમોન્ટનમાં રહેતા ભારતીય નાગરિકો હતા અને તેમના પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડર અને હત્યાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: યુઝવેન્દ્ર ચહલને વધુ એક ઝટકો, ટીમમાં ન મળ્યું સ્થાન
ત્યારબાદ આ કેસમાં આરોપી અમરદીપ સિંહ (22) ની પણ ધરપકડ કરવામાં આવી હતી. અમરદીપ સિંહ પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડર અને હત્યાના કાવતરાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમ (IHIT) એ કહ્યું હતું કે નિજ્જરની હત્યામાં ભૂમિકા બદલ અમરદીપ સિંહની 11 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી.