December 4, 2024

હાર્દિક પંડ્યા મુંબઈમાં પણ ટ્રોલર્સનો શિકાર, રોહિતે દિલ જીતી લીધું

IPL 2024: હાર્દિક પંડ્યા મુંબઈમાં ફરી ટ્રોલર્સનો શિકાર બન્યો છે. કારણ કે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવામાં આવ્યો છે. હાર્દિકને કેપ્ટન બનાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સની આ ત્રીજી હાર છે. જેના કારણે જે લોકો મુંબઈ ઈન્ડિયન્સનું સમર્થન કરે છે તેના માટે આ નિરાશા કહી શકાય. મુંબઈ ઈન્ડિયન્સની ટીમના ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મેચ દરમિયાન હાર્દિકને ચાહકોની બૂમાબૂમનો સામનો કરવો પડ્યો હતો.

હાર્દિક પંડ્યા થયો ટ્રોલ
જ્યારે કેપ્ટન હાર્દિક પંડ્યા રાજસ્થાન રોયલ્સ સામે ટોસ કરવામાં આવ્યો હતો ત્યારથી જ સ્ટેડિયમમાં બૂમાબૂમી જોવા મળી રહી હતી. ચાહકો જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા. જે વાતની હાર્દિકને પણ ખબર પડી ગઈ હતી. મેચ પછીના પ્રેઝન્ટેશનમાં હાર્દિક પંડ્યા આવ્યો ત્યારે પણ ચાહકોએ હોબાળો મચાવતા જોવા મળ્યા હતા. જેના કારણે હાર્દિક પણ પરેશાન થતો જોવા મળી રહ્યો હતો. જે સમયે લોકો પંડ્યાને ટ્રોલ કરી રહ્યા હતા તે સમયે રોહિત શર્માએ ઈશારો કરીને ટ્રોલ ના કરવા માટે કહેતા જોવા મળ્યા હતા. જેના કારણે તેણે લોકોનું દિલ જીતી લીધું હતું. મહત્વની વાત એ છે કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયનસ્ની ટીમ પાંચ વખત આઈપીએલની જીત પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચો:  કોણ છે મયંક યાદવ? IPLમાં માત્ર આટલા લાખમાં ખરીદવામાં આવ્યો

https://twitter.com/ArpitaKiVines/status/1774853752044015666?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1774853752044015666%7Ctwgr%5E917c9b8ec2dff50e842e1379804a06a484abaa25%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatv.in%2Fsports%2Fcricket%2Fhardik-pandya-troll-by-fans-in-mumbai-also-rohit-sharma-won-hearts-by-giving-a-gesture-2024-04-01-1035374

વિકેટ લીધી
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટે હરાવી દીધું હતું. મુંબઈની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટે 125 રન જ બનાવી શકી હતી. રાજસ્થાન રોયલ્સે રિયાન પરાગ (39 બોલમાં 54 રન)ની અડધી સદીની મદદથી 15.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા (34), તિલક વર્મા (32) આ સિવાય કોઈ પણ બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો.