હરમનપ્રીત કૌરે ઈતિહાસ રચી દીધો, આવું કરનારી માત્ર બીજી ભારતીય ખેલાડી
Harmanpreet Kaur Runs As ODI Captain: ભારતીય મહિલા ટીમે વડોદરામાં રમાયેલી પ્રથમ ODI મેચમાં વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમને હરાવીને સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતાની સાથે ભારતીય ટીમે કુલ 314 રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી નહીં. ટીમ ઈન્ડિયાએ 211 રને જીત પ્રાપ્ત કરી છે. જે મહિલા ODI ક્રિકેટમાં તેની બીજી સૌથી મોટી જીત છે. આ મેચ દરમિયાન સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર, હરલીન દેઓલ અને રેણુકા સિંહે ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે.
🚨 Milestone Alert 🚨
1⃣0⃣0⃣0⃣ ODI runs (and counting) as Captain! 👏 👏
Well done, Harmanpreet Kaur 👍 👍
Live ▶️ https://t.co/OtQoFnoAZu#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/K7vGsZmg0D
— BCCI Women (@BCCIWomen) December 22, 2024
આ પણ વાંચો: શું સની લિયોન ‘છત્તીસગઢ મહતારી વંદન યોજના’નો લાભ લઈ રહી છે?
હરમનપ્રીત કૌરે અજાયબી કરી બતાવી
સ્મૃતિ મંધાના અને નવોદિત પ્રતિક રાવલે (40 રન) પ્રથમ વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી હતી. જેમાં મંધાના તેની સદી ફટકારતા ચૂકી ગઈ હતી. તેણે 91 રન બનાવ્યા હતા. હરમનપ્રીતે માત્ર 23 બોલમાં 34 રન બનાવ્યા હતા. આવું કરતાની સાથે તે મહિલા વનડે ક્રિકેટમાં હજાર રન પૂરા કરનાર બીજી ભારતીય કેપ્ટન બની ગઈ છે. તેની પહેલા મિતાલી રાજે મહિલા વનડે ક્રિકેટમાં કેપ્ટન તરીકે કુલ 5319 રન બનાવવામાં સફળ રહી હતી.