February 23, 2025

તમારે ત્યાં CCTV હોય તો ID-પાસવર્ડ શેર ના કરો, કંપની ડિફોલ્ટ પાસવર્ડ હોય તો બદલોઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પર પોસ્ટ મૂકીને અમદાવાદ પોલીસને શુભેચ્છા પાઠવી છે. માત્ર 48 કલાકમાં એક મોટા કેસને સોલ્વ કર્યો છે. યુપી, મહારાષ્ટ્ર સહિત 3 હજાર કિમી દૂરથી આરોપીને પકડી પાડવામાં આવ્યા છે.

હર્ષ સંઘવીએ નાગરિકોને ચેતવણીરુપ દિશામાં સૂચિત કર્યા છે કે, જો તમારા ત્યાં સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ હોય તો આઈડી-પાસવર્ડ કોઈને શેર ના કરવો. જો તમે કંપની ડિફોલ્ટ પાસવર્ડ રાખ્યો હોય તો તુરંતથી તેને નવો બનાવી લો.’

ઉલ્લેખનીય છે કે, રાજકોટની પાયલ હોસ્પિટલના વીડિયો ખુલ્લેઆમ યુટ્યુબ સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ થતા હતા. ત્યારે ગુજરાત પોલીસે આ મામલે મોટી કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો.